*ભાવનગર બરવાળાના લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક વધીને 24 પર પહોંચ્યો છે*
_લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયા થયા છે. હાલ બોટાદ, અમદાવાદ, ભાવનગરની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ લઠ્ઠાકાંડના દર્દીઓ દાખલ છે._
_અમદાવાદ-બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 24 લોકોનાં મોત થયા છે. ઝેરી દારૂ પીવાને લીધે કુલ 24 મૃત્યુ અને 37 હૉસ્પિટલમાં હજી સારવાર હેઠળ છે._
_આ તમામ અલગ અલગ ગામના છે. રોજીદના 6 લોકોનાં અને અણિયાળીના 3 લોકોનાં મૃત્યુ થયા._
_આકરુના 3 અને ચંદરવા ગામના 2 લોકોનાં ઝેરી દારૂથી મૃત્યુ થયા. ઉંચડી ગામના 2 લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયાં. તો ભાવનગરની હૉસ્પિટલમાં 1 મહિલા પણ ગંભીર હાલતમાં દાખલ છે._
_હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આમ, કુલ 37 દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે…_
#ICMNEWS #icmnews #news