અમદાવાદના જમાલપુરમાં સિનિયર સિટિઝન માટે વાંચનાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

 

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં વૃદ્ધ, વડીલો વાંચન કરી શકે તે ઉમદા હેતુથી એક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદના જમાલપુર વિસ્તારના સિનિયર સીટીઝન લોકો માટે જમાલપુર ચકલા, શીતલ હાઉસની સામે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની ભલામણથી ” જમાલપુર સિનિયર સિટિઝન વાંચનાલય ” બનાવવામાં આવ્યું છે જેનુ જમાલપુરના સિનિયર સિટિઝન લોકો દ્ધારા ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જમાલપુર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ કૈયુમ ભાઈ કુરૈશી , ખાડિયા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ભાઈ ઠક્કર તથા જમાલપુર-ખાડિયા વિધાનસભાના મોટા પ્રમાણમાં કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા. જમાલપુર વિસ્તારમાં પુસ્તકાલયના આરંભ દ્વારા વડીલ વૃદ્ધ લોકો હવે વાંચન કરી શકશે. તો બીજી તરફ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઉત્તમ અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિકો દ્ધારા સરાહનીય ગણાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.