*જામનગરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા 23-24માં ભાગ લેવા માટે શહેર કક્ષાના સ્થળોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી*
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારના માર્ગદર્શન તળે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત રાજય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરુઆત કરવામાં આવી છે. જે મુજબ, જામનગર જિલ્લામાં ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓમાં વોર્ડ કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધાના સ્થળોની વિગતવાર સૂચિ જાહેર કરવામાં આવી છે.
આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વયજૂથ પ્રમાણે 09 થી 18 વર્ષ માટે ‘અ’ કેટેગરી, 19 થી 40 વર્ષ માટે ‘બ’ કેટેગરી અને 41 થી વધુ વર્ષ માટે ‘ક’ કેટેગરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમજ સ્પર્ધામાં વોર્ડ કક્ષા માટે 05 મિનિટ, ઝોન કક્ષા માટે 08 મિનિટ, મહાનગરપાલિકા કક્ષા માટે 10 મિનિટ અને રાજ્ય કક્ષા માટે 15 મિનિટનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. વોર્ડ કક્ષાએ સ્પર્ધા આગામી તા.19 ડિસેમ્બર, ઝોન કક્ષા માટેની સ્પર્ધા આગામી તા.23 ડિસેમ્બર, મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા આગામી તા.26 ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ આગામી તા.30 ડિસેમ્બરના રોજ સ્પધૉઓ યોજાશે.
આ ઉપરાંત, વોર્ડ કક્ષાએથી વિજેતા બનેલા ખેલાડીએ ઝોન કક્ષાએ, ઝોન કક્ષાએથી અને મહાનગરપાલિકા કક્ષાએથી વિજેતા બનેલા ખેલાડીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
જામનગર મહાનગરપાલિકા વોર્ડકક્ષાની સ્પર્ધામાં વોર્ડ નં. 1 માં સરકારી પોલિટેક્નિક કોલેજ, વોર્ડ નં.2 માં મોદી સ્કૂલ, વોર્ડ નં.3 માટે ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, વોર્ડ નં.4 માં નવાગામ ઘેડ પ્રાથમિક શાળા, વોર્ડ નં.5 માં સત્ય સાંઈ સ્કૂલ, વોર્ડ નં.6 માં વુલનમીલ પ્રાથમિક શાળા, વોર્ડ નં.7 માં એસ.બી.શર્મા વર્ડ સ્કૂલ, વોર્ડ નં.8 માં એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, વોર્ડ નં.9 માં એસ.વી.એમ. સ્કૂલ, આણદાબાવા આશ્રમ, વોર્ડ નં.10 માં સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, વોર્ડ નં.11 માં જી.ડી.શાહ હાઈસ્કૂલ, વોર્ડ નં.12 માં નુરી પ્રાથમિક શાળા, વોર્ડ નં.13 માં નેશનલ હાઈસ્કૂલ, વોર્ડ નં.14 માં શાળા નંબર.46, વોર્ડ નં.15 માં સનરાઈઝ સ્કૂલ અને વોર્ડ નં.16 માં નંદન પ્રાથમિક શાળા ખાતે આગામી તા.19 ડિસેમ્બરના રોજ સ્પર્ધાઓ યોજાશે. મહાનગરપાલિકા કક્ષાની વોર્ડ કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યશ્રીનો સંપર્ક કરી શકાશે.
તેમજ, મહાનગરપાલિકાની ઝોન કક્ષાની સ્પર્ધા માટે 4 ઝોન નક્કી કરવામાં આવ્યા છે. જેમાં, ઝોન નંબર 1 માં વોર્ડ નં.5,6,7 અને 8 માટે સત્ય સાંઈ વિદ્યાલય, ઝોન નંબર 2 માં વોર્ડ નં.9,10,11 અને 13 માટે જી.ડી.શાહ હાઈસ્કૂલ, ઝોન નંબર 3 માં વોર્ડ નં.12,14,15, અને 16 માટે શાળા નંબર 20, ઝોન નંબર 4 માં વોર્ડ નં.1,2,3 અને 4 માટે ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય ખાતે આગામી તા.19 ડિસેમ્બરના રોજ સ્પર્ધાઓ યોજાશે. મહાનગરપાલિકા કક્ષાની ઝોન કક્ષાની સ્પર્ધાની વધુ વિગતો મેળવવા માટે સંબંધિત શાળાઓના આચાર્યશ્રીનો સંપર્ક કરી શકાશે.
આ 4 મહાનગરપાલિકાની ઝોન કક્ષાની સ્પર્ધામાં ઝોન વાઈઝ 3-3 રેફરી પેનલ બનાવવામાં આવી છે. જેમાં ઝોન નંબર 1 માં પૂનમ અગ્રવાલ, સોનલ કનખરા અને તૃપ્તિ ઓઝા, ઝોન નંબર 2 માં નીરજ શુક્લ, શીતલ કનખરા અને શારદા ભુવા, ઝોન નંબર 3 માં અર્ચના સિંઘ, મીતા ડાંગરીયા અને દીપ્તિ પંડ્યા, ઝોન નંબર 4 માં સોનલ માકડીયા, કપિલ રાઠોડ અને મીત કનખરા રેફરી તરીકેની પોતાની ફરજ બજાવશે.
આ ઉપરાંત, મહાનગરપાલિકા કક્ષાની ફાઈનલ રાઉન્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.26 ડિસેમ્બરના રોજ રણમલ તળાવ, ગેઈટ નંબર 1 ખાતે યોજાશે. તેમાં રેફરી તરીકે હર્ષિતા મહેતા, પૂનમ અગ્રવાલ, મીત કનખરા, પ્રીતિ પારેખ અને શીતલ કનખરા પોતાની રેફરી તરીકેની ફરજ બજાવશે.
અત્રે જણાવેલા મહાનગરપાલિકા કક્ષા, સંબંધિત વોર્ડ કક્ષા અને ઝોન કક્ષાના વિગતવાર કાર્યક્રમોની જામનગર જિલ્લાના અને જામનગર શહેરના તમામ સ્પર્ધકોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેરની ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.