*અમદાવાદ પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.*

*અમદાવાદ પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.*

અમદાવાદ, સંજીવ રાજપૂત: તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ મનીષભાઈ જગદીશચંદ્ર શાહ (પત્રકાર) તેઓની મોટર સાઇકલ પર ઓફીસ જતા હતા દરમ્યાન ૧૦.૪૫ વાગે અમદાવાદ શહેર રીવરફ્રન્ટ રોડ, બાબા લવલવીની દરગાહની સામે રોડ પરથી પસાર થતા હતા, તે વખતે બ્લ્યુ કલરની એકસેસ પર આવેલ બે અજાણ્યા વ્યક્તિઓએ મનીષભાઇને તેઓનુ મોટર સાઇકલ થોભાવવાનો ઇશારો કરી મોટર સાઇકલ થોભાવેલ. આ વખતે અજાણ્યા બન્ને વ્યક્તિઓએ મનીષભાઇને જમણા ઢીંચણના ઉપરના ભાગે છરાના બે ઘા મારેલ તથા ડાબા પગના ઢીચણના ભાગે એક ઘા મારેલ અને મનીષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. મનીષભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ.

આ ગુન્હાની તપાસ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ. આ દરમ્યાન ગઇ તા:-૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મનીષભાઈનુ સારવાર દરમ્યાન મ્રુત્યુ નિપજેલ. આ ગુન્હાની આગળની તપાસ પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેરને સોંપવાનો હુકમ કરી તાત્કાલીક ગુનો શોધી કાઢવા સુચના કરી હતી.

 

આ તપાસ દરમ્યાન ગુનાવાળી જગ્યાની ઝીણવટપૂર્વક તપાસ કરી મરણજનારના રહેણાંક તથા તે વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. જેમાં જાણવા મળેલ કે, મ્રુતકની મનીષભાઈને આજુબાજુમાં રહેતા લોકો તથા અન્ય લોકો સાથે અણબનાવ બનેલાના ઘણા બનાવો બનેલ હતા. આ ગુન્હો શોધવા ટેકનીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

 

આ તપાસ દરમ્યાન મ્રુતકની સોસાયટીમાં રહેતા (૧) મહિપાલસિંહ S/O લાલસિંહ શિવસિંહ ચંપાવત ઉવ.૨૭ રહે:- મ.નં. સી/૧૩, હરીક્રુષ્ણ પાર્ક સોસાયટી, ઉર્મીજીવન સોસા. ની સામે, વટવા-વિંઝોલ ક્રોસીંગ રોડ, વટવા, અમદાવાદ શહેર મુળવતન:ગામ.ડોભાડા તા:-વડાલી જી,સાંબરકાંઠાની પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકિકત બહાર આવેલ.

 

મહીપાલસિંહની પૂછપરછથી જાણવા મળેલ છે કે, આ મ્રુતક મનીષભાઈની પત્ની સાથે તેના ભાઈ યુવરાજને પ્રેમસંબંધ હતો. જેની મનીષભાઈને જાણ થતા સને-૨૦૨૧ માં મનીષભાઈની પત્નીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરીયાદ નોંધાવેલ. આ ગુન્હામાં યુવરાજસિંહની ઘરપકડ થયેલ. તે જામીન મુકત થતા જામીનની શરતો મુજબ કોર્ટે વટવા પોલીસ સ્ટેશનની હદમાં યુવરાજસિંહે પ્રવેશ કરવો નહી તે મુજબ હુકમ કરેલ. આ બનાવ બાદ મરણજનાર મનીષભાઈ તથા મહિપાલસિંહના પરીવાર સાથે વારંવાર ઝગડા તકરારો થવા લાગેલ. આ ઉપરાંત મહિપાલસિંહ વિરુધ્ધ પણ મ્રુતક મનીષભાઈ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવેલી જેથી મહીપાલસિંહે મ્રુતક મનીષભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી કરાવવા સારૂ અન્ય કોઈ વ્યક્તિને સોપારી આપી મનીષભાઇના હાથ પગ તોડાવવાનુ નક્કી કરેલ.

 

મહીપાલસિંહે તેના પરીચીત શક્તિસિંહ ચૌહાણ રહે:- સાણંદ (મેલડી પાન પાર્લર થલતેજ)ને આ બાબતે વાત કરતા તેણે તેના પરીચીત આકાશ ઉર્ફે અક્કુ S/O રાજુભાઇ મગનભાઈ વાઘેલા ઉવ.૨૨ રહે:- ખોડીયારનગરના કાચા છાપરા, એ.ઈ.સી. ચાર રસ્તા પાસે, નારણપુરા, અમદાવાદ શહેર સાથે મહીપાલસિંહની મુલાકાત કરાવી મનીષભાઇના હાથપગ તોડાવવા તથા ડરાવવા સારૂ આકાશ ઉર્ફે અક્કુને રૂ. ૨,૦૦,૦૦૦/- માં સોપારી આપી.

 

મહીપાલસિંહે મ્રુતક મનીષભાઈનો ફોટો તથા તેની દુધેશ્વરની ઓફીસે આવવા જવાનો રૂટ તથા રહેણાંક મકાન બતાવેલ. જેના થોડા દિવસ બાદ આકાશ ઉર્ફે અક્કુ S/O રાજુભાઇ મગનભાઇ વાઘેલાએ તેના પરીચીત (૧) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઈ ઓડ રહે:- વાડજ (૨) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઇ કમુજીભાઈ ઓડ રહે:-સુરતને બોલાવી હાથપગ ભાંગવા તથા ડરાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- માં સોપારી નક્કી કરી મહિપાલસિંહ સાથે મુલાકાત કરાવી.

 

મહિપાલસિંહે બન્ને વ્યક્તિઓને મનીષભાઇનો ફોટો તથા આવવા જવાનો રૂટ તથા રહેણાંક મકાન બતાવેલ તેમજ મનીષભાઈ ઘરેથી નીકળશે ત્યારે તે તેમને જાણ કરશે તેવુ જણાવેલ. જે આધારે (૧) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઈ ઓડ (૨) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઈ કમુજીભાઇ ઓડ બન્નેએ મનીષભાઈનો તેના ઘર પાસેથી પીછો કરેલ. આ વખતે અનિકેતે એકસેસ ચલાવતો હતો તથા વિકાસ તેની પાછળ બેઠેલ હતો. મનીષભાઈનો પીછો કરતા રીવરફ્રન્ટ બનાવવાળી જગ્યાએ આવતા મનીષભાઇને તેઓનુ મો.સા. થોભાવવા ઇશારો કરી ઉભા રખાવેલ જ્યાં વિકાસે તેની પાસેના છરાથી મુતક મનીષભાઇને બન્ને પગના ભાગે છરા મારી દીધેલ.

 

આ સોંપેલ કામ પૂર્ણ થતા તે જ દિવસે મહિપાલસિંહે તથા શકિતસિંહે આકાશને હિમાલયા મોલ વસ્ત્રાપુર ખાતે બોલાવી નાણા આપેલ જે નાણામાંથી આકાશના ભાગે રૂ. ૫૦,૦૦૦/-, અનિકેતના ભાગે રૂ. ૭૦,૦૦૦/-, વિકાસના ભાગે રૂ. ૫૦,૦૦૦/-, શકિતસિંહે રૂ. ૩૦,૦૦૦/- પોતાના ભાગે રાખેલ.

 

અટક કરવામાં આવેલ આરોપીઓ :- (૧) મહિપાલસિંહ S/0 લાલસિંહ શિવસિંહ ચંપાવત ઉવ.૨૭ વ્યવસાય :- નોકરી રહે:- મ.નં. સી/૧૩, હરીક્રુષ્ણ પાર્ક સોસાયટી, ઉમીંજીવન સોસા. ની સામે, વટવા-વિંઝોલ ક્રોસીંગ રોડ, વટવા, અમદાવાદ શહેર મુળવતનઃ ગામ.ડોભાડા તા:-વડાલી જી,સાંબરકાંઠા (૨) આકાશ ઉર્ફે અક્ક S/O રાજુભાઈ મગનભાઈ વાઘેલા ઉવ.૨૨ ધંધો:- નોકરી રહે:- ખોડીયારનગરના કાચા છાપરા, એ.ઈ.સી. ચાર રસ્તા પાસે, નારણપુરા, અમદાવાદ શહેર મુળવતન :- ગામ મેલજ તા:- માતર જી.ખેડા. (૩) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઈ ઓડ ઉવ.૨૦ ધંધો:- મજુરી રહે:- સોહરાબુદ્દીન કંપાઉન્ડ, ગાર્ડન પાસે, મેઇન રોડ પર, જુના વાડજ, અમદાવાદ શહેર મુળવતન:- જોધપુર રાજસ્થાન (૪) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઈ કમુજીભાઈ ઓડ ઉવ.૨૩ ધંધો:- ટ્રક ડ્રાઇવીંગ રહે:- મ.નં. ૪૨૭/બી, સંતુકારામ-૬, પાલનપુર જકાતનાકા પાસે, અડાજણ, સુરત મુળવતન:- બાંસવાડા રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે.

 

આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો: (૧) મહિપાલસિંહ S/O લાલસિંહ શિવસિંહ ચંપાવત,વટવા પોલીસ સ્ટેશન (૨) આકાશ ઉર્ફે અક્કુ S/O રાજુભાઈ મગનભાઈ વાઘેલા, ઘાટલોડીયા પોલીસ સ્ટેશન (3) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઈ ઓડ, ખોખરા પોલીસ સ્ટેશન (૪) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઈ કમુજીભાઇ ઓડ, ખોખરા પોલીસ સ્ટેશન અને સુરત અડાજણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે.

 

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટૂંક સમયમાં જ ઝડપી અને તટસ્થ કામગીરી દર્શાવી ગુનો ઉકેલી આરોપીઓની ધરપકડ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેર કમિશ્નર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ સહિતની કામગીરી ખરેખર પ્રશંશનિય જોવા મળી છે.