ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતાચાલક નું મોત..

 

ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા

ચાલક નું મોત

 

રાજપીપલા

 

નાંદોદ તાલુકાનાં ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટરચાલકનું સારવાર દરમ્યાન મોતનીપજ્યું છૅ. આ અંગે ફરિયાદી હર્ષદભાઈ મનસુખભાઈ વસાવા( રહે.ખામર, આશ્રમ ફળીયુ,તા.નાંદોદ)એ આરોપી

ચિરાગભાઈ રાજેશભાઈ ( રહે. ખામર, તા.નાંદોદ) સામે આમલેથા પોલીસ મથકે નોંધાઈ છૅ

 

ફરિયાદની વિગત અનુસાર આરોપીચિરાગ વસાવા પોતાના કબજાનું ટ્રેક્ટરનં. GJ-22-H-2261 નું પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ઉંડા કોતરમાં પલ્ટી મરાવી પોતાના શરીરે

નાનીમોટી ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન રાજપીપલા સરકારી દવાખાને

ચિરાગ વસાવાનું મોત નીપજ્યું છૅ.પોલીસે અકસ્માત મોત

નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છૅ

 

  1. રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા