*ઉપ-પ્રમુખની બાદબાકી કરી પ્રમુખે બે બગીચાઓનાં લોકાર્પણ કરી નાખ્યાં*

મહેસાણા પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ તેમની સામે સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઇ ગયા પછી ત્રણ દિવસનો સમય મળતાં મંગળવારે નવિન સરદાર પટેલ પાર્ક તેમજ મહાત્મા ગાંધીબાગમાં યોગા, સ્કેટીંગનું લોકાર્પણ કરી પાલિકામાં વિરોધી જૂથને આંચકો આપ્યો હતો. એમાંયે પ્રમુખ વિરુદ્ધ મતદાન કરનારાં ઉપપ્રમુખ પુરીબેન પટેલના વોર્ડમાં જ તેમને અવગણી બાગનું લોકાર્પણ કરી દેતાં બગીચા વિવાદ ઊભો થયો છે.નગરપાલિકામાં સંબંધિત વિભાગને સાંજે વોર્ડ નં.5માં દ્વારકાપુરી ફ્લેટની બાજુમાં ટીપી પ્લોટમાં બનાવેલ સરદાર પટેલ પાર્ક (બગીચો) તેમજ મહાત્મા ગાંધી બાગમાં નવીન સ્કેટીંગ રીંગ, યોગા સેન્ટર, ટેનિસ કોર્ટ અને એક્યુપંચર ટ્રેકના લોકાર્પણ માટે વ્યવસ્થા કરી દેવા સૂચના અપાઇ હતી.