અમદાવાદ રથયાત્રાના રૂટ પર ગૃહમંત્રીએ કર્યું નિરીક્ષણ. કૌમી એકતાના સર્જાયા દ્રશ્યો.

અમદાવાદ: અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રાના રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું નિરીક્ષણ. જમાલપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરાયું હતું. હિન્દૂ-મુસ્લિમ કૌમી એકતાનો નજારો જોવા મળ્યો હતો.

અમદાવાદ ખાતે ૧૪૫ મી રથયાત્રા યાત્રા અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ પહેલા તેઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કરી 22 કિમીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મંદિરના મહંતશ્રી પણ જોડાયા હતા. પોલીસના કાફલા સાથે તેઓએ આખાય રૂટનું નિરક્ષિણ કર્યું હતું જેમાં આઈજીપી, એસપી જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગનાથ યાત્રા અંતર્ગત વિવિધ શહેર જિલ્લામાં ધર્મ પ્રેમી પ્રજા દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતે 145 મી રથયાત્રા જન યાત્રા માર્ગ પર ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંધવી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રથયાત્રાના રૂટ પર પોલીસ અધિકારીઓ સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે સાથે જમાલપુર વેપારી એસોસીએશન (હાજીસોના) પ્રમુખ સહિત સમગ્ર મુસ્લિમ સમાજે એકતા ના સંદેશ સાથે ફુલહારથી સ્વાગત કર્યું હતું. કડક પોલીસ બંદોબસ્ત સાથે જગનાથ યાત્રા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એ હર્ષભાઈ સંઘવી સાથે હિન્દુ અગ્રણીઓ મુસ્લિમ અગ્રણીઓ સહિત મોટો પોલીસ કાફલો જોડાઈ રથયાત્રા શાંતિપૂર્ણ કૌમી એખલાસ સાથે પૂર્ણ થાય તેવી ભાવના જોવા મળી રહી હતી.