*વીડિયો વાઇરલ*
રાજકોટ ટ્રાફિક પોલીસનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ વાહનચાલક પાસેથી 500ની લાંચ લેતો હોય તેવું નજરે પડે છે. ટોઇંગ વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો વીડિયો વાઇરલ થયો છે. વાહનચાલક પાસેથી 2000 રૂપિયા લઇ 1500 પરત કરી રહ્યો હોય તેવું વીડિયો સ્પષ્ટ દેખાય છે. કોન્સ્ટેબલે 500 રૂપિયા લઇ ચાલકને રસીદ પણ ન આપી.