ભરૂચ: પોલીસ મહાનિર્દેશકશ્રી ગાંધીનગર ગુજરાતનાઓ દ્વારા આવનાર હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રોહિ/જુગાર માટે ખાસ ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા આગામી હોળીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ખાસ ડ્રાઇવ દરમ્યાન અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલા નાઓ ના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની અલગ-અલગ ટીમોની રચના કરવામા આવેલ. તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ વાલીયામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે વાલીયાના કૃષ્ણનગર સીલુડી ચોકડી પાસેથી એક સફેદ કલરની રીત્ઝ ફોર વ્હીલર જેનો રજી.નં. GJ-05-CN -1417 માથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, સહીત કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧,૯૨,૦૦૦/- સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાલીયા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે. સદર આરોપી પૈકી પ્રતિકસિંહ ઇન્દ્રસિંહ રણા સીવીલ એંજીનીયરીંગ નો અભ્યાસ કરેલ છે અને ઝડપથી પૈસા કમાવવા ની લ્હાયમાં સંદર્ભમાં ગુનો આચરેલ છે.
આગામી દિવસોમા પણ એલ.સી.બી. ભરૂચ પોલીસ દ્વારા ગે.કા. પ્રવૃત્તિઓ વિરુદ્ધ આવી જ રીતે અસરકારક કામગીરી કરવામા આવશે.
પકડાયેલ આરોપી: (૧) પ્રતિકસિંહ ઇન્દ્રસિંહ રણા રહે.ઉભુ ફળીયું કરસાડ તા.વાલીયા જી.ભરૂચ (૨) મહેશ ઉર્ફે મસો સુકાભાઈ વસાવા રહે. કૃષ્ણનગર સીલુડી ચોકડી તા.વાલીયા જી.ભરૂચ
પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઈતિહાસ: આરોપી પ્રતિકસિંહ ઇન્દ્રસિંહ રણા અગાઉ વાલીયા તથા અંક્લેશ્વર ખાતે પ્રોહિબિશનના ગુનામા પકડાયેલ છે અને વાલીયા પો.સ્ટે.ખાતે પ્રોહિબિશનના એક ગુનામા વોન્ટેડ પણ છે. આરોપી મહેશ ઉર્ફે મસો સુકાભાઇ વસાવા વાલીયા પો.સ્ટે. ખાતે પ્રોહિબિશનના ગુન્હામાં પકડાયેલ છે.
વોન્ટેડ આરોપી: કેતન મો.નં.૯૭૩૭૮૯૫૭૮૬ રહે. નવાપુર જી.નંદુરબાર
પકડાયેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-૩૬૦ કિં.રૂ. ૩૬,૦૦૦/- (૨) મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૬૦૦૦/- (૩) એક સફેદ કલરની રીત્ઝ ફોર વ્હીલર રજી.નં. GJ-05-CN-1417 કિં.રૂ.૧,૫૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧,૯૨,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: પો.સ.ઇ. જે. એમ. જાડેજા, હે.કોન્સ. હિતેષભાઈ, જયેન્દ્રભાઈ તથા પો.કો.મહિપાલસિંહ, શ્રીપાલસિંહ, વિશાલભાઈ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામા આવેલ છે.