તિલકવાડા તાલુકાના કામચોલી ટેકરા માં 35 વર્ષના યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર.
મરનાર યુવક કોરોના પોઝિટિવ હતો !
રાજપીપળા,તા.14
તિલકવાડા તાલુકાના કામચોલી ટેકરા માં 35 વર્ષના યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે મરનાર યુવક કોરોના પોઝિટિવ હોવાનું જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી .
બનાવની વિગત મુજબ મરનાર જગદીશભાઈ બચુભાઈ તડવી (ઉં. વ.35 રહે કામચોલી ટેકરા, તિલકવાડા )તા.12/ 4 /21ના રોજ પોતે પોતાના ઘરે જીગોરા મારવાની દવા પી જતાં તેઓને પ્રાથમિક સારવાર માટે તિલકવાડા દવાખાનામાં દાખલ કરાવેલો અને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રીફર કરતા તેઓનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે. અને મરનાર કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું માલુમ પડતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી ! શું આ યુવાન કોરોના પોઝિટિવ હતો તેથી આત્મહત્યા કરી હતી કે કોઈ બીજું કારણ હતું ? એ ચર્ચાનો વિષય બન્યો હતો.આ અંગેની જાણ પોકો વિજય ઉત્તમરાવ રાવપુરા પોલીસે કરતા તિલકવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા