કેવડિયા- એકતાનગર સ્ટેચ્યૂ ઑફ યુનિટી નજીક ૩.૧ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો.
ભૂકંપનુંકેન્દ્રબિંદુ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમથી માત્ર ૧૨ કિમી દૂર મહારાષ્ટ્ર
બોર્ડર નજીક માથાસર ગામ પાસે જણાયું
મહારાષ્ટ્ર બોર્ડર આવેલા ગામ
પાસે ધરતીકંપની ડેપ્થ ૭ કિ.મી.ની નોંધાઈ
રાજપીપલા :તા.22
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયા વિસ્તારમાં કેવડીયા નજીક ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો . ભૂકંપનુંકેન્દ્રબિંદુ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમથી માત્ર ૧૨ કિમી દૂર મહારાષ્ટ્ર
બોર્ડર નજીક માથાસર ગામ પાસે હોવાનું જાણવા મળ્યુ છે. જો કેઆવાભૂકંપથી સરદાર સરોવર નર્મદા ડેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ ખતરો નથી.
કારણ કે, નર્મદા ડેમ ૬.૫ રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ ધ્રૂજે નહીં એવો
મજબૂત છે.ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા
પ્રમાણે, સોમવારે રાતે ૧૦.૦૭ કલાકે કેવિડયામાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો
આંચકો નોંધાયો હતો. જોકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા
ડેમ સુરક્ષિત છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા માથાસર
ગામ નજીક નોંધાયું છે. આ પહેલા ૨૦ ઓગસ્ટ ૧૯૮૦ એ ૨.૭ ની તીવ્રતા
અને તે અગાઉ ૧.૨ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
ગત ૮ જુલાઇ ૨૦૨૧ એ એક મહિના પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર
સરોવર નર્મદા ડેમ ખાતે ૧.૨ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આવ્યો હતો. તે વખતે ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી ૫૦ કિમીના અંતરેનોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ ૧૮.૧ કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું હતું.
સિસ્મોલોજીકલ વિભાગે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા ભૂકંપ બાદ ભારત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અધિકારી સંતોષ કુમારે ટ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે વિભાગ દ્વારા તે બાબતની તપાસ અને રીસર્ચ પણ કરવામાં આવી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડિઝાઇન પણ સિસ્મોલોજી વિભાગ દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઇનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 6.50 થી 7 ની તીવ્રતા સુધીનો સહન કરી શકે છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જે જગ્યાએ વધુ પડતો ભૂકંપ આવે છે તે જગ્યાએ જ બનાવવામાં આવ્યો છે પરંતુ બન્ને ભૂકંપ પ્રૂફ બાંધકામ કરવામાં આવ્યું છે.સામાન્ય ભૂકંપથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની અડચણ કરેલ કે નુકસાની થઈ શકશે નહીં.
વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપની અસર ગુજરાતમાં આવનારા 50 વર્ષ સુધી જોવા મળશે. આ અસરના પરિણામે ગુજરાતના અલગ-અલગ જેટલા વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આંચકા જોવા મળશે.એમ પણ જણાવ્યું હતું
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા