મંદિર ચોરીનાં નાસતા-ફરતા આરોપીઓ તથા મુદ્દામાલને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી દહેજ મરીન પોલીસ

 

✍️ મનિષ કંસારા

ભરૂચ: ગઈ તા.૧૧/૦૬/૨૦૨૨ ના કલાક.૧૮/૦૦ થી તા.૧૩/૦૬/૨૦૨૨ ના કલાક.૧૦/૦૦ વાગ્યા દરમિયાન દહેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભુતનાથ મહાદેવ મંદીર પાસે આવેલ સિકોતર માતાજીના મંદીરમાં પ્રવેશવાના લાકડાનાં દરવાજાનાં નકુચા તથા તાળા તોડી કોઈ અજાણ્યો ચોર ઈસમ મંદિરમાંથી એક વર્લ્પૂલ રેફ્રીજરેટર(ફ્રીજ)(Whirlpool Refrigerator) કંપનીનુ જેની કિં.રૂ.આશરે-૧૦,૦૦૦/- નું ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતનો અત્રેના પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૯૦૩૫૨૨૦૩૦૨/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો તા.૧૩/૦૬/૨૦૨૨ ના કલાક:૧૯/૨૦ વાગ્યે દાખલ કરવામાં આવેલ.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક, ભરૂચ ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જીલ્લામાં ચોરીની પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનો શોધી કાઢવા સુચના કરેલ જેથી મદદનીશ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ, ભરૂચ વિકાસ સુડા નાઓએ ગુનો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અનુસંધાને આર. એલ. ખટાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર દહેજ મરીન પો.સ્ટે.ના ઓએ ગુનામાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીનુ પગેરૂ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરી દહેજ મરીન પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી શકમંદ ઈસમો તેમજ પો.સ્ટે. વિસ્તારનાં એમ.સી.આર. કાર્ડ ધારકોને ચેક કરતા હતાં તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે બોરડી ફળીયું, દહેજ તા.વાગરા જી.ભરૂચ ખાતે સદર મંદિર ચોરીનો મુદ્દામાલ તથા આરોપીઓ તેના ઘરે હાજર છે જેથી તાત્કાલિક પોલીસ સ્ટાફ સાથે બોરડી ફળીયું, દહેજ ખાતે આરોપીઓના ઘરે જતા સદર ગુનાનાં બે આરોપીઓ તથા મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી સદર ગુનાનાં બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

 

પકડાયેલ આરોપીઓ: (૧) અજયભાઈ અમૃતભાઈ રાઠોડ ઉં.વ.૧૯ ધંધો-મજુરી રહે.બોરડી ફળીયું , દહેજ તા.વાગરા જી.ભરૂચ (૨) વિપુલભાઈ લક્ષમણભાઈ રાઠોડ ઉં.વ.૧૯ ધંધો-મજુરી રહે.બોરડી ફળીયું, દહેજ તા.વાગરા જી.ભરૂચ.

 

વોન્ટેડ આરોપી: (૧) કિશનભાઈ લક્ષમણભાઈ રાઠોડ રહે. ગામ-ગંધાર તા.વાગરા જી.ભરૂચ.

 

કબ્જે કરેલ મુદ્દામાલ: એક વર્લ્પૂલ રેફ્રીજરેટર (ફ્રીજ)

(Whirlpool Refrigerator) કંપનીનું જેની કિં.રૂ. આશરે-૧૦,૦૦૦/-

 

કામગીરી કરનાર ટીમ: ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ. ખટાણા તથા અ.હે.કો. જયંતિભાઈ કાળાભાઈ બ.નં.૮૪૨, ડ્રા.આ.હે.કો. સુકાભાઈ છીતાભાઈ બ.નં.૨૦૫, અ.પો.કો. દિવ્યરાજસિંહ અનિરૂધ્ધસિંહ બ.નં.૧૦૧૩, અ.પો.કો. દશરથસિંહ જોરસંગભાઈ બ.નં.૧૭૨૬, અ.પો.કો. અશ્વિનભાઈ છગનભાઈ બ.નં.૧૫૨૫, અ.પો.કો. અજીતસિંહ ધીરૂભા બ.નં.૦૧૨૯૮, અ.પો.કો. દિનેશભાઈ ભગતભાઈ બ.નં.૧૧૯૫, અ.પો.કો. સંજયભાઈ જેરામભાઈ બ.નં.૧૪૨૮ તથા અ.પો.કો. મનીષભાઈ મધુભાઈ બ.નં.૧૪૨૦