કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થયા બાદ ગત રવિવારથી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટમાં કહ્યું કે તેમની હાલત નાજુક છે. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખમાં છે. જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે રાહુલ ગાંધી ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા અને સોનિયા ગાંધીને મળ્યા હતા. જણાઈ રહ્યું છે કે રાહુલ તેમની સંભાળ રાખવા માટે આજે હોસ્પિટલમાં જ રહેશે.