કેનેડા ફરી એકવાર ધૂમ્રપાનના મામલે દુનિયા સામે એક મોટું ઉદાહરણ રજૂ કરવા જઈ રહ્યું છે. કેનેડા દરેક સિગારેટ પર સ્વાસ્થ્ય ચેતવણી લખનાર વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યું છે. બે દાયકા પહેલા કેનેડાએ તમાકુ ઉત્પાદનોના પેકેજિંગ પર ગ્રાફિક ફોટા અને ચેતવણી સંદેશા લખવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ વિશ્વના ઘણા દેશોમાં આ ચેતવણી લખવાનું શરૂ કર્યું હતું.