લોકસભાએ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સંશોધન) બિલ, 2021 પસાર કર્યું

બિલમાં “મુખ્ય હવાઇમથક” ની વ્યાખ્યામાં સુધારો કરવાની દરખાસ્ત છે જેથી અન્ય હવાઇમથકના જૂથ માટે પણ ટેરિફ નક્કી કરવાના અવકાશમાં વધારો કરાશે, જે નાના હવાઇમથકના વિકાસને પ્રોત્સાહિત કરશે.