પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન
સોમનાથ: સંજીવ રાજપૂત: ભાતતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન પોતાના પુત્રી સાથે આવેલ હતા. તેઓએ શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથનો જલાભિષેક કરી તેઓએ હરહર મહાદેવ ના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું.
આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશિષ પાઠવવમાં આવ્યા હતા.
સુશ્રી રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા શ્રી સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે જાણીને શ્રી સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને અભિનંદન આપ્યા હતા
તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ ક્ષેત્રમાં થયેલ વિકાસ અંગે પ્રધાનમંત્રીશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો.