*મુસ્લિમ અનામતનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ નથી: મુખ્ય પ્રધાનની સ્પષ્ટતાકૉંગ્રેસ-એનસીપીની ફજેતી*

મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમની આ સ્પષ્ટતાથી કૉંગ્રેસ-એનસીપીની ફજેતી થઈ હતી. અગાઉ એનસીપીના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે વિધાન પરિષદમાં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આવનારા નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાયદો આવી જશે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે કટિબદ્ધ છે, તેમ કહી મોઢું છુપાવવાની કોશિશ કરી હતી.