કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડવાના સમાચાર છે. તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે તેઓ કોરોના બાદ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે, તેમને હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.