આ ઝેરી દવા પી મરી જાએમ કહી ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂરકરતા સગીર કન્યાએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર

તિલકવાડા તાલુકાના રેંગણ ગામની ઘટના

તુ આ ઝેરી દવા પી મરી જાએમ કહી ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂરકરતા સગીર કન્યાએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર

રાજપીપલા, તા 24

તિલકવાડા તાલુકાના રેંગણ ગામેં સગીર કન્યાએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં

આરોપીએ તુ આ ઝેરી દવા પી મરી જા,એમ કહેતા સગીર કન્યાને ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂર કરતા સગીર કન્યાએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

જેમાંરેંગણ ગામના ફરીયાદીએ આરોપીજયેશભાઇ સોમાભાઇ વસાવા (રહે રેંગણ ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા)સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીનીસગીર દિકરીને આરોપીએ પ્રેમ સબંધ
બાંધવા સારૂ તેનો વારંવાર પીછો કરી પ્રેમ સબંધ બાંધવા માટે મજબુર કરતા તેણીએ પ્રેમ સબંધ બાંધવાની ના પાડતા આરોપીએ ફરીયાદીની દિકરીને ઝેરી દવા આપી કહેલ કે “તુ આ ઝેરી દવા પી મરી જા “ તેમ કહેતા તેણીએ આ કામના આરોપીએ ઝેરી દવા પીવા મજબુર કરતા તેણીએ પોતાના ધરની પાછળ ખેતરમાં
આરોપીએ આપેલ ઝેરી દવા પી જતા તેમને પ્રાથમીક સારવાર ગરૂડેશ્વર CHE
ખાતે લઈ વધુ સારવાર માટે રાજપીપલા સરકારી દવાખાનામાં લઇ ગયેલ જેને ત્યાંથી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા ખાતે રીફર કરતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું
આ અંગે આરોપીએ ભોગ બનનારને પ્રેમ સબંધ બાંધવા માટે વારંવાર દબાણ કરી આપધાતમાટે મજબૂર કસગીર કન્યાનું મોત નિપજાવી ગુનો કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપલા