વરુણ ધવનના એક ટ્વિટથી અમદાવાદ પોલીસ થઈ દોડતી, દીકરીને મળ્યો ન્યાય.

વરૂણ ધવનની એક ફેન યુવતીએ ટ્વીટ કરીને વરૂણને જણાવ્યું હતું કે તેના પિતા તેને અને તેની માતાને દરરોજ અપશબ્દો બોલે છે અને માર મારે છે. ટ્વીટનો રીપ્લાય આપતા વરૂણે યુવતીને આશ્વાસન આપ્યું હતું કે તે તેની મદદ કરશે. વરૂણે મામલે યુવતીની મદદ કરવા માટે અમદાવાદ પોલીસને ટ્વીટ કરીને રિક્વેસ્ટ કરી. જ્યાર બાદ પોલીસે એક્શન લેતા યુવતીના પિતાની ધરપકડ કરી હતી.