*શું પૂર્વ વિપક્ષી નેતા અમદાવાદ મેયર અને કમિશનર સામે કોર્ટના દ્વાર ખખડાવશે?*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઇન્ટ એરફોર્સમેન્ટ ટીમની રચના કરવામા આવી છે. જો કે જીપીએમસી એક્ટની કઇ કલમ હેઠળ તેની રચના કરવામા આવી છે તે અંગે ખુલાસો કરવા વિપક્ષે મેયર અને કમિશનરને પત્ર લખ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખે પત્રમા લખ્યુ છે કે કોઇ પણ નિર્ણય કરતા પહેલા સ્ટેન્ડિંગ કમિટી તેમજ બોર્ડમા મંજૂરી લેવામા આવે છે. જો યોગ્ય ખુલાસો નહી કરવામાં આવે તો કોર્ટના દરવાજા ખખડાવવાની પણ વાત કરવામાં આવી છે. આ અંગે કમિશનરનું કહેવું છે કે જેટ દ્વારા દબાણ, ગંદકી અને ટ્રાફીકના નિયમોનું પાલન ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ બાબતનો દંડ અને નિયમ પહેલાથી જ મંજૂર કરવામા આવ્યો છે. તેથી જેટ માટે મંજૂરી મેળવવાની રહેતી નથી.