*અમિત ચાવડા અને પરેશ ધાનાણીને અચાનક હાઈકમાન્ડનું તેડું આવતા દિલ્હી જવા રવાના*

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું. જેને કારણે આ બંને નેતા દિલ્હી જવા રવાના થયા. જ્યાં મોડી સાંજે બંને નેતા અહેમદ પટેલ સાથે બેઠક કરશે. જેમાં તેઓ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર થનારી ચૂંટણી અંગે ચર્ચા કરશે.