*ઉદ્ધવ અયોધ્યા જશે તો હું તેનો રસ્તો રોકીશ: મહંત પરમહંસ દાસ*

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.