*ચીનમાં કોરોનાનો આતંક મૃત્યુઆંક 259 12000 લોકોને ઇન્ફેક્શન*

ચીનમાં કોરોનો વાઇરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઉલ્ટાનો મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 259 પર પહોંચી છે. કોરોના વાઇરસના એપી સેન્ટર ગણાતા ચીનના વુહાન શહેરના અધિકારીઓેના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સાંજ સુધીમાં 46 લોકોના મોત થયા છે. તો 12000 જેટલા લોકોને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન છે.