તા.૩૦મી એ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે અમરેલી અધિક કલેક્ટર વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

 

 

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બાબતે અમરેલી કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર શ્રી વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

 

આગામી તા.૩૦ મે – ૨૦૨૨ ના રોજ અમરેલી સ્થિત બી આર સી ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે. તકનિકી, મેડિકલ અને રોજગાર સહિતના તજજ્ઞ દ્વારા કારકિર્દી ઘડતર અંગે ધો.૯ થી ધો.૧૨ ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧૫૦ થી ૨૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

 

આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે. આગામી તા.૧ જૂને કલાપી હાઈસ્કુલ, લાઠી, કમળશી હાઈસ્કુલ બાબરા અને અમૃત બા વિદ્યાલય લીલીયા, તા. ૨ જૂને ટી જે બી હાઈસ્કુલ, રાજુલા, પારેખ મહેતા હાઈસ્કુલ જાફરાબાદ, તા.૩ જૂને વ્રજ વિદ્યાલય કુંકાવાવ, મેઘાણી હાઈસ્કુલ બગસરા, દામાણી હાઈસ્કુલ ધારી ખાતે યોજાશે. તા.૪ જૂને એસ વી દોશી હાઈસ્કુલ સાવરકુંડલા અને જે એન મહેતા હાઈસ્કુલ ખાંભા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે.

 

આ કાર્યક્રમ યુ ટ્યુબ, બાયસેગ સહિતના માધ્યમથી ઓનલાઇન નિહાળી શકાશે. વકતાશ્રીઓ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરશે. કાર્યક્રમમાં પદાધિકારી, અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહેશે

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી