*રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડો.કનુભાઈ કળસરિયા નામ મોખરે*

રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશ્ચર્યજનક નામ સામે આવ્યું છે. ડો. કનુભાઈ કળસરિયા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને અટકાવવા કોંગ્રેસે આ રણનીતિ અપનાવી હોય તેવી શક્યતા છે. કનું કળસરિયાના સમર્થકોએ ટિકિટની માગણી કરી છે. રાજ્યસભામાં કનુભાઈને મોકલવા સોશિયલ મીડિયામાં અભિયાન ચાલ્યું છે. ત્યારે આ અંગે કનુ કળસરિયાએ પ્રતિક્રિયા આપી છે કે મેં કોઈ ભલામણ નથી કરી પરંતુ તે માટેની તૈયારી છે. સાથે જ હું હાલ જે કામ કરું છું તે રાજ્યસભામાં ગયા પછી 10 ગણું કરી બતાવીશ તેમ જણાવ્યું છે.