હવે ગુજરાતની જનતાને મળશે રાહત હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 23 અને 24 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. મોટા ભાગના વિસ્તારોનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આગામી 26 કલાક સુધી હાલનું તાપમાન યથાવત રહેશે.