હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું આવશે. આ વર્ષે 20 જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગ મુજબ દેશમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું છે. જેથી આગામી ચારથી પાંચ દિવસમાં કેરળ, કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ વર્ષે વહેલું ચોમાસું આવવાની આગાહી કરી છે.