*અમદાવાદ-સુરત તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો*

વડોદરા નજીક નેશનલ હાઇવે નં- 48 ઉપર જ્વલનશિલ આઇસો બ્યુટાઇલ બેન્ઝીન કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર 8 કલાક સુધી 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે ટેન્કરને સીધુ કર્યાં બાદ અમદાવાદથી સુરત તરફનો રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. અને વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે.દીકરીના લગ્ન કરવા નીકળેલો પરિવાર 10 કિ.મી.ના ટ્રાફિક જામમાં ફસાયો કન્યાને 3 કિ.મી. ચાલવુ પડ્યું લગ્નનું મૂર્હુત સાચવવા માટે બીજી કાર ભાડે કરી