રાજપીપળા ખાતેની જિલ્લા જેલમાં બંદીવાન તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ.

રાજપીપળા ખાતેની જિલ્લા જેલમાં બંદીવાન તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ.
રાજપીપળા,તા. 7
નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં પોલીસ જવાનોને કોરોનાની રસી અપાઈ રહી છે.ત્યારે રાજપીપળા ખાતે આવેલ જિલ્લા જેલના બંદીવાનો તેમજ સ્ટાફ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જિલ્લા જેલમાં બંદીવાન તેમજ સ્ટાફ કર્મચારીઓને કોરોના અપાઇ હતી.
કોરોના મહામારીને નાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા ઉત્પાદિત કોરોના વ્યક્તિનું ગુજરાત સરકારના હુકમથી કોરોના મહામારીમાં જેમને ખડે પગે ઊભા રહીને રાતદિવસ સેવા બજાવી ને તથા જેલમાં બંદીવાનઓની વચ્ચે રહી આ મહામારીમાં સેવા આપનાર જેલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ને કોરોના વ્યક્તિનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.જેમાં રાજપીપળા જિલ્લાના ઇ.ચા.અધિક્ષક કે.ટી.બારીયાએક કોરોના વેક્સિનની રસી લઇ સરકાર તથા મેડિકલ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા