*બે સીટો તો અમારા ખાતામાં જ છે-અમિત ચાવડા*

ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ પર આવી રહેલી ચૂંટણીમાં બે સીટ કોંગ્રેસ જીતશે તેવો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો છે. તેમણે ભાજપ પર જોડતોડ કરશે તેવો આક્ષેપ કરીને કહ્યું કે કોંગ્રેસના કોઈ સભ્યો તૂટશે નહીં. કોંગ્રેસ એક ટીમ થઈને કામ કરશે. જોકે ઉમેદવારની પસંદગી હાઈકમાન્ડ કરશે ભાજપના નવા ઉમેદવારો કોંગ્રેસ જૂના જોગીઓને સથવારે મળતી માહિતી પ્રમાણે ભાજપ પોતાના રાજ્યસભાના કોઈ પણ સાંસદને રિપીટ નહીં કરે. ભાજપ પાસે રાજ્યસભામાં ચુની ગોહિલ, લાલજી વડોદીયા અને શંભૂપ્રસાદ ટિડિયા છે. જેમની જગ્યાએ ભાજપ નવા ચહેરાને તક આપશે. બીજી તરફ કોંગ્રેસ પોતાના જૂના જોગીઓના જ સથવારે ચૂંટણી જીતવાની વૈતરણી પાર કરવા ઉતરશે.