ગાંધીનગર આવતીકાલે સમગ્ર વિશ્વની સાથે ભારત પણ વિશ્વ શ્રવણશક્તિ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે ના રોજ જનજાગૃતિ કાર્યક્રમો યોજશે. ગાંધીનગરમાં એ દિવસે RBSKના નેજા હેઠળ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ યોજવામાં આવશે જેમાં સિવિલ કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા લોકોને સમજાવવામાં આવશે સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવે તો શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલા લોકો એમની તે શક્તિ પૂરેપૂરી મેળવી શકે છે.
એ દિવસે ગાંધીનગર સ્થિત ઓડિટોરિયમમાં નિર્ધારિત જનજાગૃ઼તિ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા પરિવારો એમનાં શ્રવણશક્તિ ગુમાવવાની તકલીફનો ભોગ બનેલા બાળકોને લઈને આવશે. ૫૦ જેટલા બાળકો કાર્યક્રમમાં ભાગ લેશે હવે આ સર્જરી વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજોમાં કરવામાં આવે છે. ગાંધીનગર આવી કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરીમાં 500નો આંકડો પાર કરી ચૂક્યું છે.ગુજરાત સરકાર શ્રવણશક્તિ ગુમાવી બેઠેલા બાળકોને એમના ઘેર જઈને મફત સ્પીચ થેરાપી આપે છે. એ માટે જિલ્લા સ્તરે અનેક પુનર્વસન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે