મીરાં મર્ડર કેસમાં

સંદીપ અને મીરાની એક તરફી પ્રેમ કહાણીનો કરુણ અંજામ

 

સંદીપને ના મીરાં મળી ને મીરાંના માબાપે વ્હાલસોયી દીકરી ગુમાવી

 

હત્યારા સંદીપે પોલીસની નજરથી બચવા વાળ દાઢી કાઢી ટકો મુન્ડો કરાવી હુલિયો બદલ્યો પણ ના ફાવ્યો

 

મીરાના ગુમ થયેલા મોબાઈલ ફોનની તપાસ શરૂ

 

હોટલમાં

વેઇટર બન્યો તોય પોલીસે પકડી પાડ્યો

 

લીલું ટી-શર્ટ કડીરૂપ બનતા પોલીસે સંદીપને વાઘોડિયા રોડ વિસ્તારમાંથી શોધી કાઢ્યો

 

રાજપીપલા,તા 24

 

મીરાં મર્ડર કેસમાં

સંદીપ અને મીરાની એક તરફી પ્રેમ કહાણીનો કરુણ અંજામ આવ્યો છે સંદીપને મીરાં ના મળી ને મીરાંના માબાપે વ્હાલસોયી દીકરી ગુમાવી.

હત્યારા સંદીપે પોલીસની નજરથી બચવા વાળ દાઢી કાઢી ટકો મુન્ડો કરાવી હુલિયો બદલ્યો પણ ફાવ્યો નહીં.

મીરાના ગુમ થયેલા મોબાઈલ ફોનની તપાસ શરૂ કરી છે.

 

માંજલપુરની મીરાની તિલકવાડામાં

કરાયેલી હત્યાના બનાવમાં મીરાંએલગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દેતાંસંદીપે તેણીના દુપટ્ટા વડે જ ગળે ટૂંપો

દઈને મીરાની હત્યા કર્યા બાદ એ ઓઢણી પોલીસે કબજે કરી છે.

 

આ અંગે નર્મદા ડીએસપી પ્રશાંતસૂબેએ જણાવ્યું હતું કે, ટેક્નિકલસ ર્વેલન્સના આધારે સંદીપ મકવાણા

વડોદરામાં હોવાની માહિતી મળતા અમારી ટીમ રવાના થઇ હતી. અને તેની

અટકાયત કરવામાં આવીછે

પૂછપરછ દરમ્યાન તેણે ગુનો કબુલ્યોછે. જોકે સંદીપ અને મીરાની એક તરફી પ્રેમ કહાણી નો કરુણ અંજામ આવ્યો હતો. સંદીપને મીરાં ના મળી અને મીરાંના માબાપે પોતાની વ્હાલ સોયી દીકરી ગુમાવી

 

સંદીપને 4 વર્ષથી મીરા સાથે

સંબંધ હતો અને સંદીપ મીરા સાથેલગ્ન કરવા ઈચ્છતો હતો. સંદીપેમીરા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો

હતો. જોકે યુવતીએ લગ્ન માટે નાપાડી દીધી હતી. જેથી ગુસ્સે થઈનેયુવતીની ઓઢણીથી ગળે ટૂંપો

દઇને હત્યા કરી નાખી હતી, અનેકેસરપુરા વિસ્તારમાંતેની ફેંકી નાસી ગયો હતો

 

જોકે ખૂન ના ગુનામાં વપરાયેલ ઓઢણી પણ પોલીસે

જપ્ત કરી છે. પણ યુવતીનો મોબાઇલ હજુ સુધી મળ્યો નથીફોન પર શી વાત ચિત થઈ હતી તેની સાચી માહિતી મીરાના ફોન મળ્યા પછી જ ખબર પડશે.

ડીએસપી પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે મીરાં સાથે તેના કેવા સંબંધ હતા ?તેની સાથે કોઈ શારીરિક સંબંધ હતો કે કેમ અ

તેની અમેતપાસ કરી રહ્યા છીએ.તપાસ બાદ દુષ્કર્મની કલમનો ઉમેરો કરાશે. જોકે પીએમમાં દુષ્કર્મની બાબત સામે આવી નથી પરંતુ તપાસમાં બહાર

આવશે તો કલમનો ઉમેરો કરાશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે તિલકવાડામાં હત્યા

થઈ ત્યારે સંદિપે ટી-શર્ટ પહેર્યું હતુ,તે અંગેના ફૂટેજ નસવાડી અનેતિલકવાડાના સીસીટીવીમાં દેખાયા

હતા.તે વાતની પણ તિલકવાડા

પોસઈ અનીરૂધ્ધસિંહ પરમારે નોંધલીધી હતી. વાઘોડિયા રોડ પરલીલું ટી-શર્ટ અને કાળા પેન્ટવાળોસંદિપ જેવો યુવક ફરી રહ્યો છે

તેવી બાતમીદારે માહિતી આપતાંજ તિલકવાડા પોલીસ અને નર્મદા

એલસીબીની ટીમે વડોદરા પહોંચીસંદિપને ઝડપી લીધો હતો.

 

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા