નર્મદા બ્રેકિંગ:
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પર્યુષા બન વસાવા અનેનાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હરેશભાઈ લક્ષ્મણભાઈ વસાવાના નામની સત્તાવાર જાહેરાત
આદિવાસીઓને મળ્યુ. પ્રતીનીદ્ધિત્વ
રાજપીપળા, તા 16
નર્મદા જિલ્લા પંચાયત અને નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ના જિલ્લા ભાજપ પ્રમુખે મેન્ડેટ આપ્યો.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેપર્યુષા બન વસાવા અને ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ વસાવા નામની જાહેરાત કરાઇ છે જ્યારે કારોબારી ચેરમેન તરીકે મમતાબેન તડવીની વરણી કરવામાં આવી છે. જ્યારે પક્ષના નેતા તરીકે મનજીભાઇ વસાવા તથા દંડક તરીકે સુભાષચંદ્ર વસાવાના નામનો મેન્ડેટ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશયામ ભાઈ પટેલેસત્તાવાર રીતે જાહેર કર્યો છે .
જયરે નાંદોદ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ ઉપ-પ્રમુખ ના નામનો મેન્ડેટ પણ જાહેર કરાયો છે .જેમાં નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હરેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા અને ઉપ-પ્રમુખ તરીકે પાયલબેન હિમાંશુ ભાઈ દેસાઈના નામનું મેન્ડેટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે કારોબારી ચેરમેન તરીકે અશ્વિની બેન વસાવા અને પક્ષના નેતા તરીકે હિતેન્દ્રભાઈ બાલુભાઈ વસાવા તથાદંડક તરીકે કલ્પેશ ભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે.જોકે હજી બાકીના ચાર તાલુકા પંચાયત ડેડીયાપાડા શાગબારા ગરૂડેશ્વર અને તિલક વાડા તાલુકાપંચાયતના મેન્ડેત ની જાહેરાત બાકી છે .
તસવીર:જ્યોતિ જગતાપ રાજપીપળા