ગુનેગારો ગુન્હાને અંજામ આપે તે પહેલા જ તાલુકા પોલિસ ત્રાટકી
મધ્ય પ્રદેશ થી હથિયાર લઈ આવતા જૂનાગઢના બે ઈસમો ને ત્રણ પિસ્તોલ સાથે પકડી પાડતી તાલુકા પોલીસ
જુનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ ના કોન્સ્ટેબલ ગોવિંદ પરમાર , દીપક ચૌહાણ ને બાતમી મળી હતી કે રાજકોટ તરફથી આવતી ફોરવ્હીલ કારમાં બે અજાણ્યા ઇસમો ગેરકાયદેસર હથિયાર જૂનાગઢમાં લાવી રહ્યા છે. તાલુકા પોલીસની સતર્કતા અને ગુનો બને તે પહેલાં જ આરોપીઓને દબોચી લેવાની પોલીસ ની પૂરી તૈયારી હતી.
ત્યારે ગેરકાયદેસર હથીયારો લઇને રાજકોટ તરફથી આવતા આરોપીઓ ને પકડી પાડવા જૂનાગઢ તાલુકા પી.એસ.આઈ પી.વી.ધોકડીયા અને તાલુકા પોલીસ સ્ટાફ પૂરી તૈયારી સાથે ભેસાણ ચોકડી પાસે વોચમાં હતા. ભેસાણ ચોકડી પાસે આવતા જતા વાહનોને રોકી રોડ બ્લોક કરી બાતમી વાળી કારને રોકી કાર કોર્ડન કરી કારની તલાસી લેતા બંને આરોપીઓ જે જૂનાગઢ ના રહેવાસી ફિરોજ ઉર્ફે લાલો કાસમ હાલા અને રોહીત ઘનશ્યામ હાસાણીને પોલીસે પકડી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ , પિસ્તોલ નંગ -૩ કુલ કિંમત ૧,૦૫,૦૦૦ અને હ્યુન્ડાઇ કંપનીની વર્ના ફોર વ્હીલ કાર,જીવતા કાર્ટીસ નં .૨૮ કિ.રૂ .૨૮૦૦ ,તથા મેગ્જીન નંગ -૨ કિ.રૂ .૨,૦૦૦,તથા મો.ફોન નંગ -૨ કિ.રૂ .૧૦,૦૦૦,મળી કુલ કિ.રૂ .૩,૧૯,૮૦૦ ના મુદ્દામાંલ પકડી તાલુકા પોલીસે ગંભીર ગુનો થતો અટકાવ્યો હતો.અને ત્રણ ગેરકાયદેસર પિસ્તોલ .તાલુકા પોલીસ દ્વારા આરોપીઓની પૂછતાછ કરતાં તેમણે જણાવ્યું હતું કે આરોપીઓને અલગ અલગ માણસો સાથે અગાઉ માથાકુટો થયેલ જેના મનદુખ ચાલતા હતા અને તે કારણે આરોપીઓ મધ્ય પ્રદેશથી ગેરકાયદેસર ત્રણ પિસ્તોલ લઈ આવ્યાનું કબૂલ્યું હતું. આગળની તપાસ પોલિસે હાથ ધરી હતી..
રિપોર્ટર:- હિરેન ચૌહાણ