*વેવાઈ-વેવાણ ફરી ભાગ્યા*

થોડા સમય પહેલા જ સુરતમાં ટોક ઓફ ટાઉન બનેલો વેવાઈ-વેવાણની લવ સ્ટોરીએ ખૂબ ચર્ચાઓ જગાવી હતી.ફિલ્મી ઢબે ભાગેલા આ વેવાઈ અને વેવાણ ઘરે પાછા તો આવી ગયા હતા, પણ ઘરે રહ્યા બાદ 34માં દિવસે ફરી પાછા ચાલતી પકડી છે. આપને જણાવી દઈએ કે, આ અંગે હાલ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જો કે, વેવાઈ કે વેવાણના ઘરના લોકોએ આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.મહત્વનું છે કે વેવાઈ અને વેવણના ભાગી જવાના કિસ્સા પર સોશિયલ મીડિયા પર ખૂબ જોક્સ વાઈરલ થયા હતા. આ કિસ્સો માત્ર ગુજરાતમાં જ નહીં પણ નેશનલ મીડિયામાં પણ ચર્ચાનું કારણ બન્યો હતો