*કારમાં આગ લાગતા ચાલક જીવતો ભુંજાયો*

અમદાવાદના ઇંદિરા બ્રીજ પાસે મધર ડેરી નજીક કારમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. જો કે કાર ચાલક કારમાં ફસાઇ જતા બહાર નીકળી શક્યો ન હતો. પચાસ વર્ષીય કાર ચાલક સિમ્સ હોસ્પિટલના પાછળના ભાગે રહેતો યોગેશ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિ કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે બલેનો કારમાં અચાનક જ આગ લાગી હતી. જેમાં યોગેશભાઈનું મોત થયું છે