*શરદ પવારે મોદી પર કર્યા આકરા પ્રહાર, દિલ્હીમાં જીતી શક્યા નહીં એટલે હિંસા કરાવે છે*

દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી ન શકી એટલે દિલ્હીમાં હિંસા કરાવે છે.શરદ પવારે જણાવ્યું હતું કે, વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દિલ્હી સળગી રહી છે. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. દેશમાં હાલ જે સત્તામાં છે, તેમને દિલ્હીમાં ચૂંટણી જીતવાનો એકેય મોકો ન મળ્યો. પ્રચારમાં પણ મોદી, અમિત શાહ સહિતના મંત્રીઓએ સમાજને વહેંચવાના અને હેરાન કરાવની ખૂબ કોશિશ કરી