અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક (DGICG) મહાનિદેશક વી.એસ. પઠાનિયા PTM, TM 15 થી 17 એપ્રિલ 2022 દરમિયાન ઉત્તર પશ્ચિમ તટરક્ષક પ્રદેશની મુલાકાતે આવ્યા હતા જેમાં તેમણે ઓખા અને પોરબંદર ખાતે આવેલા જિલ્લા હેડક્વાર્ટર ખાતે વિવિધ ICG યુનિટની મુલાકાત લીધી હતી.

વાડીનાર તટરક્ષક સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતો દરમિયાન DGICGએ, આ યુનિટ્સની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તટરક્ષક દળના કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો.

તેમણે ઓખા ખાતે હોવર પોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને વાડીનાર ખાતે તટરક્ષક જેટ્ટીનો શિલાન્યાસ કર્યો હતો. આ બંને પરિયોજનાઓથી આ પ્રદેશમાં ICGનો વિકાસ થવામાં વેગ મળશે અને ઝડપી પરિચાલન ટર્નઅરાઉન્ડ પ્રદાન થશે તેમજ ICGની જાળવણી કામદારી વધુ વેગવાન થશે.

DGICGની સાથે તટરક્ષિકાના અધ્યક્ષ પણ જોડાયા હતા અને તેમણે ICG કર્મીઓના પરિવારો સાથે સંવાદ કર્યો હતો તેમજ ઓખા ખાતે મેસ એનેક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM, પ્રાદેશિક કમાન્ડર (ઉત્તર પશ્ચિમ) અને જિલ્લા કમાન્ડર્સ પણ DGICG સાથે જોડાયા હતા.