બાબરા મા આવેલા મેલડી માતાજીના મંદિરમાં થી ચાંદીના છતરની ચોરી

 

(મંદિરમાં થયેલી ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો)

બાબરા શહેરના નિલવડા રોડ પર આવેલ વડલી વાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. અનેક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં બે દિવસ અગાઉ ચોરીની ઘટના સામે આવી છે. ધોળે દિવસે મંદિરમાં દર્શનના બહાને આવેલા યુવકે માતાજીના છતરની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના મંદિરમા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેમજ મંદિર નાં પૂજારી દ્વારા આ મામલે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ