બાબરા શહેર માં છેલ્લા 21 વર્ષ થી શ્રી હરિ – પ્રકાશ છાશ કેન્દ્ર ચાલી રહ્યું છે.આ છાશ કેન્દ્ર સ્થાનિક લોકો તેમજ વેપારી મર્કેન્ટાઈ બેંક તથા નાગરિક બેંક તેમજ જીન એસોશિયન તેમજ માર્કેટિંગ યાર્ડ નાં વેપારી ઓ ની આર્થિક સહાય ખુબજ સારી મળે છે અને છેલ્લા 21 વર્ષ થી આ છાસ કેન્દ્ર મા સેવા નું કામ ચાલી છે. આ છાસ કેન્દ્ર મા દરોજની આઠસો થી એક હજાર લિટર છાસ નું વિતરણ કરવામાં આવે છે.

અહી મોટી સંખ્યા મા લોકો છાસ લેવા લાઇન લગાવે છે તેમજ બાબરા મા ચાલતા અન્નક્ષેત્ર મા પણ તમામ જગ્યા એ છાસ પોહચાડવામાં આવે છે શ્રી હરિ – પ્રકાશ છાસ કેન્દ્ર દ્વારા ચાર મહિના ઉનાળા ના ઉત્તમ છાસ મળી રહે તે હેતુ થી વિના મૂલ્યે ઉત્તમ સેવા આપે છે શહેર ના સેવા ભાવી હરેશભાઈ જસાણી,ધર્મેન્દ્રભાઈ સોલંકી,ચંદ્રકાન્તભાઈ સેજપાલ અને સંજયભાઈ રાઠોડ ની પૂરી સેવા ઓ અહીંના છાસ કેન્દ્ર મા આપી રહિયા છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ