ગાંધીધામ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ચિત્રાક્ષ, કૌશા મોખરાના ક્રમાંકિત, સ્ટાર ખેલાડીઓ ફરીથી એક્શનમાં.

ગાંધીધામ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ચિત્રાક્ષ, કૌશા મોખરાના ક્રમાંકિત, સ્ટાર ખેલાડીઓ ફરીથી એક્શનમાં

ગાંધીધામ, તા. 28 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ

એસોસિયેશનના ઉપક્રમે 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇનડોર સ્ટેડિયમ,

હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગાંધીધામ ખાતે ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023

યોજાશે જેમાં મેન્સ કેટેગરીમાં ચિત્રાક્ષ ભટ્ટ અને વિમેન્સ કેટેગરીમાં કૌશા ભૈરપૂરેને મોખરાના ક્રમાંક મળ્યો છે.

 

આ ટુર્નામેન્ટમાં કુલ 471 એન્ટ્રીઓ આવી છે અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સહ-પ્રાયોજક છે, ફ્રેન્ડ્સ ગ્રુપ

એસોસિયેટ સ્પોન્સર છે જ્યારે સ્ટિગા ઈક્વિપમેન્ટ સ્પોન્સર છે. ચિત્રાક્ષ અને કૌશા બંને મોખરે હોવા છતાં તેમને આ ટુર્નામેન્ટમાં આકરા પડકારનો સામનો કરવાનો રહેશે. મેન્સ કેટેગરીમાં ચિત્રાક્ષને બીજી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટના વિજેતા બુરહાનુદ્દીન માલુભાઇનો સામને કરવાનો રહેશે.

 

વિમેન્સ કેટેગરીમાં કૌશાને કપરો ડ્રો મળ્યો છે કેમ કે હાલમાં વિમેન્સમાં નંબર વન ફ્રેનાઝ ચિપીયા, ઓઇશિકી

જાઓરદર અને પ્રથમ રેન્કિંગ ટીટીની વિજેતા રાધાપ્રિયા ગોએલ તેની સામે પડકારરૂપ બની રહેશે. છેલ્લી

ટુર્નામેન્ટમાં રાધાપ્રિયા રમી શકી ન હતી. ટુર્નામેન્ટના આયોજન સેક્રેટરી મનીષ હિગોરાણીએ જણાવ્યું હતું કે કેટલાક મોટા નામ આ ટુર્નામેન્ટમાં પરત

ફર્યા છે જેને કારણે તે રોમાંચક બની રહેશે. “ત્રીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં આ વખતે આકરી

હરિફાઈ જોવા મળશે, કેમ કે કેટલાક સ્ટાર ખેલાડી પરત ફર્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું.

 

કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના (કેડીટીટીએ) પ્રમુખ તુલસી સુજાને માહિતી આપી હતી કે આ ટુર્નામેન્ટ યૂટ્યૂબ ચેનલ પર જીવંત પ્રસારિત કરાશે. “કેડીટીટીએએ ટેબલ ટેનિસપ્રેમીઓ માટે લાઇવ કવરેજ

માટે ટેકનોલોજી પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.” તેમ તેણીએ ઉમેર્યું હતું.

 

મોખરાના ક્રમાંકિતો મેન્સઃ ચિત્રાક્ષ ભટ્ટ. વિમેન્સઃ કૌશા ભૈરપૂરે, જુનિયર બોયઝ (અંડર-19): બુરહાનુદ્દીન માલુભાઈવાલા. જુનિયર

ગર્લ્સ (અંડર-19): જિયા ત્રિવેદી, જુનિયર બોયઝ (અંડર-17): ધ્યેય જાની. જુનિયર ગર્લ્સ(અંડર-17): રિય

જયસ્વાલ. સબ જુનિયર બોયઝ (અંડર-15): સુજલ કુકડિયા. સબ જુનુયર ગર્લ્સ (અંડર-15): મૌબિની ચેટરજી કેડેટ બોયઝ (અંડર-13): જેનિલ પટેલ. કેડેટ ગર્લ્સ (અંડર-13): દાનિયા ગોદીલ. કેડેટ બોયઝ (અંડર-11): અં

ખમાર કેડેટ દર્લ્સ (અંડર-11): વિન્સી તન્ના.