રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે શ્રી આર.કે.મહેતાની નિમણૂક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. 2011ની બેચના IAS ઓફિસર શ્રી મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. શ્રી મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે.
Related Posts
પ્રધાનમંત્રીનું રાષ્ટ્રજોગ સંબોધન
પ્રધાનમંત્રીનું રાષ્ટ્રજોગ સંબોધન ભારતની વિકાસ યાત્રામાં બદલાવનો સમય સંકલ્પની સાથે પરિશ્રમની પરાકાષ્ઠા જરૂરી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો…
*ભાવનગરનો શ્રવણ : સેવાભાવપૂર્ણ માતાના હ્રદયનું દાન કરતો પુત્ર મીલન*
*દિકરો હોય તો આવો……!!!* *માતાનું અંગદાન કરીને ૨૦ વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!* ………. *ભાવનગરનો શ્રવણ :…
*અખબારી યાદી* ૦૦૦૦ *પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આઠ તાલુકાઓમાં કેમ્પનું આયોજન કરીને ૪૨૦ લાભાર્થીઓને વર્ક ઓર્ડર…