જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી, બાળકના બર્થ સર્ટિ.ના એડ્રેસમાં પાકિસ્તાન લખ્યું

અમદાવાદઃ AMCના જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જન્મ-મરણ નોંધણી વિભાગે બાળકના બર્થ સર્ટિફિકેટમાં લખેલા સરનામામાં પાકિસ્તાન લખી દીધું છે. જેને કારણે સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠ્યો છે. આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, મહમ્મદ ઉજ્જૈર ખાન નામના બાળકનો 8-10-2018ના રોજ વીએસ હોસ્પિટલમાં જન્મ થયો હતો. બાળકના પિતાનું નામ અરબાઝ ખાના પઠાણ છે અને માતાનું નામ મહેકબાનુ છે. તેઓ વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે.