જામનગર જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર.

જામનગર: રાજ્ય સરકારે પસાર કરેલ માલધારી વિરોધ કાયદાના વિરોધમાં જામનગર જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજે આપ્યું આવેદન પત્ર.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખશ્રી અમિતભાઇ દેસાઇ ની સુચનાથી ગુજરાત વિધાનસભામાં તા.31-03-2022 નાં માલધારી વિરોધી કાયદો ભાજપ સરકારે પસાર કરેલ હોય તેનાં વિરોધ માં જામનગર જિલ્લા માલધારી સેલ ના પ્રમુખશ્રી બાલુભાઈ લુણાની આગેવાનીમાં અને જામનગર જિલ્લા કૉંગ્રેસના અધ્યક્ષ શ્રી જીવણભાઈ કુંભરવાડિયા ની વિશેષ ઉપસ્થિત માં જામનગર જીલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે માલધારીઓ વિરુદ્ધ કાળા કાયદા રદ કરે તેવી માંગણી કરી હતી.

આ કાર્યક્રમ માં જામનગર જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી જીવણભાઈ કુંભરવાડિયા, ગુજરાત કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, તાલુકા કૉંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કૉંગ્રેસના મહામંત્રી ચેતનભાઈ મોરી, ચંદ્રસિંહ જાડેજા, મંગલભાઈ રબારી, રઘુભાઈ લુણા, દેવાભાઈ રબારી, હીરાભાઈ ખાંભવા, કરશનભાઈ, મંગાભાઈ નાગેશ પૂનરાજભાઈ મોરી તથા માલધારી સમાજ ના આગેવાનો ખુબજ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા