અમદાવાદ: 2022ની એશિયન ગેમ્સની ભારતની ટીમમાં અમદાવાદના ખેલાડીઓનો દબદબો જોવા મળશે. ડ્રેગન બોટની સ્પર્ધામાં ગુજરાતની ટીમ પ્રતિનિધિત્વ કરી રહી છે. જેમાં અમદાવાદના ત્રણ યુવાનો આ સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહ્યા છે.
કેરળ ખાતે 9મી રાષ્ટ્રીય ડ્રેગન બોટ ચેમ્પિયનશીપ યોજવા જઈ રહી છે. ડ્રેગન બોટ ગેમમાં ચાઈનીઝ ડ્રેગનના મુખ વાળી બોટની કોમ્પિટિશન કરવામાં આવે છે. જેમાં વિવિધ રાજ્યોના લાકો ભાગ લઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના ભીમદેવસિંહ સાગર અને હિરલ વિસાનીના કોચ અને અધ્યક્ષપદે ગુજરાતની ટિમમાં અમદાવાદના લલિત વૈશ્ય, મુકુંદ સોલંકી અને મોનીકા ચૌહાણ ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશીપમાં જ આગામી 2022માં યોજાનાર એશિયન ગેમ્સ માટે ભારતની ટીમની પસંદગી થશે.