નેત્રંગના દંપતિ પાસેથી બે કિલો ગાંજો પકડાયોગુનામાં માં વપરાયેલ મોટરસાયકલ,મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત રૂ.45800/-નો મુદ્દામાલ ઝડપાયોબે આરોપીઓની ધરપકડ, એક નાસી જતાં વોન્ટેડ જાહેર કરાયોરાજપીપલા, તા 25નેત્રંગના દંપતિ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ બે કિલો ગાંજો પકડાયોછે.આ ગુનામાંમા વપરાયેલ મોટરસાયકલ,મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.45800/-નો મુદ્દામાલ ઝડપાયો છે.બે આરોપીઓની ધરપકડ કરી છે જયારે એકઈસમ નાસી જતાં તેનેએસ.ઑ.જી.નર્મદાપોલીસે વોન્ટેડ જાહેરકર્યો છેપ્રાપ્ત માહિતી અનુસારગુજરાત રાજયમાં નશીલા પદાર્થોનીબદી સદંતર નેસ્તનાબૂદ થાય તેમજ હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતાં વ્યાપ અટકાવવામાટે એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝૂબેશ) રાખવામાં આવેલ. જે અન્વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાએજિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આપેલ.તેને આધારે કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઑ.જી. સ્ટાફના માણસોએ બાતમી આધારે રાજેશભાઈઅભેસીગ વસાવા તથા પીન્ટાબેન તે રાજેશભાઈ અભેસીગ વસાવાની પત્ની (રહે.નેત્રગ,નોળિયા ફળિયા તા.નેત્રગજી.ભરૂચ)ને પોતાના કબજા ભોગવટાની મો.સા.નંબર જીજે-૧૬ ઇ.ડી-૭૧૮૦ સાથે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજો બે કિલોગ્રામ કી.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઈલ નગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મો.સા.નગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડારૂપિયા.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.તથા ગાજો આપનાર સાનુદાદા (રહે.ગંથાતા.કુકરમુંડા જી.તાપી)ને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનોરજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ઘરેલ છે.તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા
Related Posts
*દિલ્હી ચૂંટણી: 70 સીટો પર 6 વાગ્યા સુધી થયુ 55% મતદાન*
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 54.65 ટકા મતદાન નોંધાયું છે. દિલ્હીના અનેક વિસ્તારમાં મતદારોની લાંબી લાઇનો જોવા મળી…
મહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.
નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે. આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી…
*જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા અંગેના શપથ લીધા*
*જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા અંગેના શપથ લીધા* જામનગર, સંજીવ રાજપૂત: એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના…