અમદાવાદ: અમદાવાદ ના ખોખરા વિસ્તારમાં આવેલ આંગણવાડી ની ઘટના સામે આવી હતી.પોતાને કાશ્મીરમા રહેતો હોવા નું જણાવી આંગણવાડીમા ઘુસી આવેલ યુવાનને લઈ ને આંગણવાડીની મહિલાઓએ સ્થાનિક કોરપોરેટર કમલેશ પટેલ ને જાણ કરી હતી.
સ્થાનિક કોરપોરેટર ની સાથે પૂર્વ કોરપોરેટર ઘટના ની ગંભીરતા ને લઈ ને આંગણવાડી મા દોડી આવ્યા હતા.યુવક જમ્મુ કાશ્મીર નો હોવાનું જણાવતા યુવાન ને નગરસેવક એ મોબાઈલ થી કાશ્મીર ફોન જોડી આપતા તે યુવાન કાશ્મીરી ભાષા મા વાતચીત કરવા લાગ્યો હતો
આંગણવાડી મા ઘુસી આવેલ આ કાશ્મીરી યુવક આંગણવાડી ની અંદર ઘુસી આવી બાથરુમ મા ન્હાવા લાગ્યો હતો આંગણવાડી ની મહિલા એ આ અંગે તાકીદે નગરસેવક ને બોલાવી લેતા તેઓ એ શહેર પોલિસ ની મદદ લઈ ને ખોખરા પોલિસ ને સોંપ્યો હતોસ્થાનિકો ઉશ્કેરાઈ ને તેની સાથે મારઝૂડ કરવાના પ્રયાસો કરે તે પહેલા ટોળા મા થી બહાર કાઢી ને નગરસેવક એ ખોખરા પોલિસ ને સોંપી દીધો હતો.