જામનગર: વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિત્તે હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને પૂજન અને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ગૌરક્ષા વિભાગના સંયોજક ધર્મેન્દ્રસિંહ વાળા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર ગ્રામ્ય ના મંત્રી પ્રીતમસિંહ વાળા, બજરંગ દળના જિલ્લા સહ સંયોજક વિશાલભાઈ હરવરા, વિજયભાઈ બાબરીયા, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ વિભાગના જિલ્લા સંયોજિકા હીનાબેન અગ્રાવત, પ્રફુલાબેન અગ્રાવત, દુર્ગાવાહિનીના જિલ્લા સંયોજિકા કૃપાબેન લાલ, આરતીબેન ઠાકુર સહિતના અગ્રણી હોદ્દેદારો અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ માતૃશક્તિ દુર્ગાવાહિનીના કાર્યકરોએ શહીદ ભગતસિંહ ની પ્રતિમા સમક્ષ જઇને પુષ્પવૃષ્ટિ કરી જયઘોશ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. અને બલિદાન દિવસ નિમિત્તે દેશ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર દેશભક્તોને યાદ કર્યા હતા.
Related Posts
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકડાઉન લગાડવાની ચર્ચા.
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત…
ટ્રમ્પને ભારતીય ગમતા નથી તો શું કામ આવે છે? કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ગુજરાતમાં આવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે મને ભારતીયો નથી ગમતા પણ માત્ર નરેન્દ્ર મોદી ગમે છે.…
જોઈ લો કોણ બન્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ:
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાંચ પદાધિકારીઓ ના નામ જાહેર જેમાં મેયર : બીનાબેન કોઠારી ડે મેયર : તપન જશરાજ પરમાર…