જામનગરના સાંસદ દીકરી અને શહેરના પ્રથમ નગરિક મેયરનું કરાયું ભવ્ય સન્માન.

જામનગર: શહેરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રેસ યુથ કલબ જામનગરના સાંસદ દીકરી તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર સહિત કર્તવ્યનિષ્ઠ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.વિઓ: સ્ત્રી શક્તિનો દિવસ એટલે વિશ્વ મહિલા દિવસ. નારી તું નારાયણી વાક્યને સાર્થક કરતા વિવિધ વર્ગ, ફરજ, કાર્યમાં નિશ્વાર્થ અવ્વલ રહી પોતાનો ધર્મ નિભાવતી નારીશક્તિ માટે ગર્વનો દિવસ જોવા મળ્યો હતો.

દેશભરમાં વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે જામનગર ખાતે ગ્રેશ યુવા કલબના ફાઉન્ડર ધરતી ઉમરાણીયા તેમજ પીના મોદી, શિલ્પા નકુમ અને સંદીપ મહેતાના સંચાલનમાં જામનગરના દીકરી દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી સહિત ઉત્કૃષ્ટ સેવા આપતા લોકોના સન્માન રૂપે સ્ત્રી એક શક્તિ નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન આહીર સમાજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સુંદરકાંડના કાર્યક્રમમાં કથાકાર કશોરદાસજી અગ્રવાત દ્વારા સુંદરકાંડનું રસપાન કરાવ્યું હતું જેને ઉપસ્થિત લોકોએ ભક્તિપૂર્વક માણ્યો હતો.

આ પ્રસંગે જામનગર તેમજ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમનું જામનગરની સશક્ત દીકરી અને અને મહિલા તરીકે તેમના ઉત્તમ કાર્યોને બિરદાવતા ક્રાઉન પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ જામનગરના પ્રથમ નાગરિક મહિલા મેયર બીનાબેન કોઠારીનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસ, મેડિકલ તેમજ વિવિધ ક્ષેત્રમાં પોતાના ઉત્કૃષ્ટ કાર્ય દ્વારા સમાજમાં પોતાનું કર્તવ્ય નિભાવતી મહિલાઓ અને લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલભાઈ કગથરા, જામનગરના મેયર બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, રમેશભાઈ મૂંગરા જામનગર જિલ્લા અધ્યક્ષ, પ્રકાશ ભાભણીયા શહેર મહામંત્રી, કેતન ગોસરાણી દંડક, હસમુખભાઈ હિંડોચા ડિરેક્ટર ગોવા શિપ નિગમ, અમી બહેન પારેખ ડાયરેક્ટર પવનહંસ હેલિકોપટર, હસમુખ જેઠવા પૂર્વ મેયર, વિવિધ વિસ્તારના કોર્પોરેટરો તેમજ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ નયનાબેન પરમાર, ગીતાબેન ચાવડા, હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, મહિલા પીએસઆઈ કલ્પનાબા જાડેજા, જ્યોતિબેન માધવાણી લોહાણા સમાજ મહિલા મોરચા પ્રમુખ, મોક્ષ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલા ગ્રેસ કલબના સભ્યો સહિત કાર્યક્રમના પ્રણેતા કલ્પેશભાઈ સાવલિયા સહિત મીડિયા ક્ષેત્રના પત્રકારો ઉપસ્થિત રહ્યા